આવીએફ પાછળ કેટલો ખર્ચ થાય છે અને તેમાં શું-શું સમાવિષ્ટ છે?

  • Home
  • Blogs
  • આવીએફ પાછળ કેટલો ખર્ચ થાય છે અને તેમાં શું-શું સમાવિષ્ટ છે?

આવીએફ પાછળ કેટલો ખર્ચ થાય છે અને તેમાં શું-શું સમાવિષ્ટ છે?

ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) એ વંધ્યત્વની સમસ્યાઓનો સામનો કરી રહેલા કે પછી એકથી વધુ વખત કસુવાવડ અને ગર્ભપાતની સમસ્યાથી પીડાઈ રહેલા હોય તેવા યુગલો માટે માતાના ગર્ભાશયની બહાર પુરુષના શુક્રાણુ વડે સ્ત્રીના અંડાણુને ફલિત કરવા અને લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલા ભ્રૂણને સ્ત્રીના ગર્ભાશયમાં પ્રત્યારોપિત કરવા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક અત્યાધુનિક ટેકનિક છે.

જ્યારે પુરુષને વંધ્યત્વની સમસ્યા હોય કે પછી મોટી વયના યુગલો સંતાનસુખ મેળવવા માંગતા હોય તથા અન્ય કેટલાક પરિબળો પણ હાજર હોય ત્યારે આઇવીએફ-આઇસીએસઆઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આઇસીએસઆઈ એ એક ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક ઇન્જેક્શન છે, જેમાં અંડાણુમાં દાખલ કરવા માટે એમ્બ્રિયોલોજિસ્ટ દ્વારા આઇવીએફ લેબમાં પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ શુક્રાણુનો ઉપયોગ કરવામાં આવે છે.

ફાઇબ્રોઇડ્સ, એન્ડોમેટ્રિયોસિસ, પીસીઓડી, એધેસિયન્સ વગેરે જેવી સમસ્યા ધરાવતી સ્ત્રીઓ પર લેપ્રોસ્કૉપિક હીસ્ટેરોસ્કૉપી જેવી સર્જરી કરવામાં આવે છે. જે યુગલોમાં એકથી વધુ વખત ઇમ્પ્લાન્ટેશન નિષ્ફળ ગયું હોય તેમનામાં ઇમ્પ્લાન્ટ કરવાનો યોગ્ય સમય જાણવા માટે ઇઆરએ - એન્ડોમેટ્રીયલ રીસેપ્ટિવિટી એરે જેવા અત્યાધુનિક આઇવીએફને પણ હાથ ધરવામાં આવે છે.

યુગલોને ગર્ભધારણ કરવામાં મદદરૂપ થઈ શકાય તે માટે નોવા આઇવીએફ સેન્ટર ખાતેના ફર્ટિલિટી નિષ્ણાતો અને એમ્બ્રિયોલોજિસ્ટ આઇવીએફની મદદથી આનુવંશિક બીમારીઓ ધરાવતા તથા પોતાનું સંતાન આ પ્રકારની કોઇપણ બીમારી વગર જન્મે તેમ ઇચ્છતા યુગલોને મદદરૂપ થઈ શકે છે, જે પ્રકારના કિસ્સાઓમાં પીજીટી જેવા રીપ્રોડક્ટિવ જીનેટિક્સ મદદરૂપ થાય છે.

જો તમે આસિસ્ટેડ રીપ્રોડક્શન અંગે વિચારી રહ્યાં હો તો તમને આ સારવારના વિકલ્પ પાછળ કેટલો ખર્ચ થશે તે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તમે ભારતના 37 શહેરોમાં આવેલા અમારા કોઇપણ ફર્ટિલિટી સેન્ટરની મુલાકાત લઇને ફાઇનાન્સના વિકલ્પો અને આઇવીએફ પાછળ થતાં ખર્ચની માહિતી મેળવી શકો છો. કૃપા કરીને +91 98797 80105 પર કૉલ કરો અને એપોઇન્ટમેન્ટ મેળવો.


આઇવીએફમાં રોકાણ

આઇવીએફ એ ઘણી સ્ત્રીઓ અને અનેકવિધ કારણોસર ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલા યુગલો માટે વંધ્યત્વની સારવારનો એક પસંદગીનો વિકલ્પ છે. એન્ડોમેટ્રિયોસિસ (એક એવો વિકાર જેમાં ગર્ભાશયની અંદરની દિવાલનો અસામાન્ય રીતે વિકાસ થાય છે), શુક્રાણુઓ કે અંડાણુઓનું અયોગ્ય ઉત્પાદન, અંડોત્સર્ગ ખૂબ ઓછું અથવા અનિયમિત થવું અને અંડાણુઓ કે શુક્રાણુઓને નુકસાન પહોંચાડે તેવી એન્ટિબૉડીઝની હાજરી જેવી સમસ્યાઓની સારવાર કરવા માટે આઇવીએફની ભલામણ કરવામાં આવી શકે છે. આનુવંશિક વિકારો ધરાવતા દર્દીઓ કે જેમનો આ વિકાર તેમના સંતાનમાં પણ ઉતરી શકે છે, તેઓને પણ આઇવીએફથી લાભ થઈ શકે છે.

નોવા ફર્ટિલિટી સેન્ટર ખાતેના ફર્ટિલિટીના નિષ્ણાતો જ ફક્ત જણાવી શકે છે કે તમે આઇવીએફ કે આઇવીએફ-આઇસીએસઆઈ માટે યોગ્ય ઉમેદવાર છો કે નહીં અને તે તમારા માટે વંધ્યત્વની સારવારનો શ્રેષ્ઠ વિકલ્પ છે કે નહીં. અમારી સહાયક અને કાળજી લેનારી ટીમ તમને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જેમાં તમે પરિવાર શરૂ કરવાના તમારા વિકલ્પો અંગે યોગ્ય જાણકારી મેળવી શકો છો. આઇવીએફ ઉપરાંત અમે અન્ય કેટલીક વ્યાપક રેન્જની સેવાઓ પણ પૂરી પાડીએ છીએ, જેમાં ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન (આઇયુઆઈ) અને આઇવીએફ-આઇસીએસઆઈ (ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન)નો સમાવેશ થાય છે. અમારા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓમાં આઇવીએફની પ્રક્રિયાને એક જ સાઇકલમાં પૂરી કરી શકાય છે, જેમાં ભ્રૂણને ટ્રાન્સફર કરવા સુધીની તમામ પ્રક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે.

વંધ્યત્વની સારવાર કરાવવા માટેનો નિર્ણય આખરે તો એક પ્રકારનું રોકાણ જ છે. અમારા ફર્ટિલિટીના નિષ્ણાતો સારવારના પ્રત્યેક પ્લાનને કસ્ટમાઇઝ કરી આપે છે અને તેની પાછળ થતો ખર્ચ યુગલની વય, તેમના કૉ-મોર્બિડ પરિબળો, પુરુષમાં વંધ્યત્વની સમસ્યા વગેરે મુજબ અલગ-અલગ હોઈ શકે છે. અહીં એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે, કેટલાક દર્દીઓને ગર્ભધારણ કરવા માટે એકથી વધુ સારવાર કે વંધ્યત્વ માટેની અન્ય કોઈ સારવાર લેવાની જરૂર પડી શકે છે. જો થીજવેલા ભ્રૂણ હોય તો ભવિષ્યમાં આવા ભ્રૂણને ટ્રાન્સફર કરવાનો અને તેની જાળવણી કરવાનો ખર્ચ અલગથી થઈ શકે છે.


ફાઇનાન્સના સ્થિતિસ્થાપક વિકલ્પો

અમારા દર્દીઓનું બજેટ ગમે તેટલું હોય અમારો હંમેશા પ્રયત્ન અમારા તમામ દર્દીઓ માટે સારવારને પરવડે તેવી બનાવવાનો રહે છે. વંધ્યત્વની સારવાર માટે વીમાકવચ પૂરું પાડનારી વીમાકંપનીઓ પાસેથી વીમાકવચને સ્વીકારવા ઉપરાંત અમે થર્ડ પાર્ટી પ્રોવાઇડરો મારફતે ઇએમઆઈના વિકલ્પો પણ પૂરાં પાડીએ છીએ.


કુલ અંદાજિત ખર્ચ

નોવા આઇવીએફ ખાતે IVF-ICSI નો ખર્ચ 1.20 લાખથી શરૂ થાય છે અને 1.60 લાખ સુધી જઈ શકે છે. તેમાં 4 પરામર્શ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન, પ્રક્રિયા નો ચાર્જ, લેબ નો ચાર્જ, નિષ્ણાતનો ચાર્જ, નર્સિંગ નો ચાર્જ અને ઓવમ પિક અપ અને ફ્રેશ ટ્રાન્સફર દરમિયાન દર્દીના ખર્ચનો સમાવેશ થાય છે. તેમાં IVF દવાઓનો ખર્ચ, પ્રજનન ક્ષમતા વધારવા ની શસ્ત્રક્રિયાઓ, ERA (એન્ડોમેટ્રાયલ રીસેપ્ટિવિટી એરે), PGT, પ્રજનન નિષ્ણાત દ્વારા સૂચવવામાં આવેલી નોન-IVF દવાઓનો સમાવેશ થતો નથી. ઉપરાંત, દરેક વધારાના ગર્ભ ના ટ્રાન્સફર માટે પ્રયોગશાળા અને પ્રક્રિયા રૂમના ઉપયોગ માટે ન્યૂનતમ ખર્ચ થશે. ગર્ભ ને રાખવાની કિંમત વાધારાની હોય છે.

ઉલ્લેખનીય છે કે, ઇટી હેલ્થવર્લ્ડ ફર્ટિલિટી એવોર્ડ્સ જ્યુરી દ્વારા નોવા આઇવીએફને આઇવીએફ ચેઇન ઑફ ધી યર 2021 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.


નોવા આઇવીએફને શા માટે પસંદ કરવું જોઇએ?

નોવા આઇવીએફ ખાતે અમે તમારી પ્રજનનક્ષમતાની જરૂરિયાતોને સમજીએ છીએ અને તમારી પ્રજનનક્ષમતા હાંસલ કરવાની યાત્રાના દરેક તબક્કે આઇવીએફના નિષ્ણાતો, ફૂલ-ટાઇમ એમ્બ્રિયોલોજિસ્ટ, કાઉન્સેલર્સ અને તાલીમબદ્ધ નર્સની ટીમ તમને સહાયરૂપ થવા ઉપલબ્ધ હોય છે, જેથી કરીને આઇવીએફ ગર્ભાવસ્થા રહેવાની શક્યતાને મહત્તમ સ્તરે લઈ જઈ શકાય.

  • ફર્ટિલિટી નિષ્ણાતો સેલ્ફ-સાઇકલ પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જેથી યુગલો જાતે જ સંતાન પેદા કરી શકે.
  • એક જ ભ્રૂણને ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કરીને ગર્ભાવસ્થાની સલામતીની ખાતરી કરી શકાય તથા માતા અને શિશુ માટે કોઇપણ પ્રકારની જટિલતાને ટાળી શકાય.
  • બાકી બચેલા ભ્રૂણને દાતાની સાઇકલ મારફતે સારવાર કરાવવા માંગતા અન્ય યુગલોને દાનમાં આપી દેવામાં આવતાં નથી.
  • વાત જ્યારે આઇવીએફ લેબના મેઇન્ટેનન્સ અને એસઓપીની હોય ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના ધોરણો જાળવવામાં આવે છે.
  • નોવા આઇવીએફ ખાતે કાર્યરત એમ્બ્રિયોલોજિસ્ટ આઇયુઆઈ, આઇવીએફ, આઇવીએફ-આઇસીએસઆઈ અને પીજીટી સહિતની તમામ પ્રક્રિયાઓમાં ઓછામાં ઓછા 4+ વર્ષનો અનુભવ અને તાલીમ ધરાવે છે.
  • ફર્ટિલિટીના નિષ્ણાતોની ટીમ ફર્ટિલિટીના વૈશ્વિક ધોરણોને અનુરૂપ ગર્ભાવસ્થા રહેવાનો દર ધરાવે છે.
  • નિષ્ણાતો તમામ આધુનિક પ્રક્રિયાઓમાં તાલીમ ધરાવે છે.
  • આઇયુઆઈ અને આઇવીએફની તમામ પ્રક્રિયાઓમાં કિંમતોનું પારદર્શક માળખું.
  • ગુણવત્તા નિયંત્રણની ચકાસણી અને નૈતિક વ્યવહાર માટેના આકરા માપદંડો